આ દિવસે ગુજરાત માં પડશે જોરદાર વરસાદ અંબાલાલ પટેલે કરી આગાહી

આ દિવસે ગુજરાત માં પડશે જોરદાર વરસાદ અંબાલાલ પટેલે કરી આગાહી – નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અનુમાન છે કે આજે તે મુંબઈ પહોંચશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને 10 કે 11 જૂન સુધીમાં મુંબઈ પહોંચશે. મુંબઈના દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 21 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે અને અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે. દેશના જુદા જુદા ભાગોમાં પણ લો પ્રેશર બનશે, જેમ કે ગંગા અને જમનામાં.

ડ્રાઇવિંગ લાઇસન્સ ડોક્યુમેન્ટ|ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ ઓનલાઈન આ રીતે ભરો

પીએમ કિસાન યોજના e kyc કઈ રીતે કરવું

Google pay દ્વારા મળશે પર્સનલ લોન

ફ્રિ સિલાઈ મશીન યોજના 2024

આ લો પ્રેશરના કારણે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વાતાવરણીય તત્વો એકબીજાને ટકરાશે, જેના પરિણામે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. 21 જૂન પછીનું ચોમાસું વધુ ભેજવાળું રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ચાર દિવસમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. પાંચમા દિવસે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. તોફાની પ્રવૃત્તિના કારણે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે.

સારાંશ

આ સમાચાર અન્ય ન્યૂજ મીડિયા અથવા સમાચાર પત્ર પરથી લીધેલા હોય છે 100% સાચા ની ખાતરી અમે નથી કરતાં અન્ય સમાચાર કે યોજના કે અન્ય માહિતી મેળવા માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાવો

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button