free Silai mashin yojana|ફ્રિ સિલાઈ મશીન યોજના 2024

નમસ્કાર મિત્રો, અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. અમે તમારા માટે દરરોજ નવી માહિતી લાવતા રહીએ છીએ. આજે અમે તમને ગુજરાત સરકાર દ્વારા મુફ્ત સિલાઈ મશીન યોજના 2023 વિશે માહિતી આપવાના છીએ. આ યોજના માનવ કલ્યાણ યોજના દ્વારા નાના અને મોટા વ્યવસાય માટે સાધન સહાય મેળવવા માટે પાત્ર છે. આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ મહિલાઓ માટે રોજગાર પૂરું પાડવું અને તેમના માટે આ યોજના કાર્ય કરવાની શરૂઆતનું બિંદુ છે. તેથી, અમે તમને આ મુફ્ત સિલાઈ મશીન માટે કેવી રીતે અરજી કરવી તે, કયા કયા દસ્તાવેજો જરૂરી છે તે તમામ માહિતી આજેના આ લેખમાં દર્શાવવાના છીએ. તો આ લેખ ધ્યાનથી વાંચો.

free silai machine yojana gujarat 2024 | ફ્રી સિલાઈ મશીન યોજના

યોજનાનું નામફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત 2024
શરૂઆત કોણે કરી?રાજ્ય સરકાર
રાજ્યગુજરાત
લાભાર્થીમહિલાઓ
હેતુમહિલાઓને આત્મનિર્ભર બનાવવો
યોજનાનું વર્ષ2023
અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો

હવે ડ્રાયવીંગ લાયસન્સ કાઢવા માટે rto નહીં જવું પડે

pradhan mantri matru vandana yojana form|પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2024 

PM MUDRA LOAN YOJANA|પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના લાભ કઈ રીતે લેવો  

ફ્રી સિલાઈ મશીન યોજના શું છે?

આ યોજના અંતર્ગત મજૂરો અને ગરીબ મહિલાઓને મફત સિલાઈ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ યોજનાનો હેતુ મહિલાઓને રોજગાર પ્રદાન કરવો અને તેમના પરિવારનો ભરણપોષણ કરવો છે. આ યોજના દ્વારા શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોને ઘણો ફાયદો થશે, અને ગરીબ પરિવારો પોતાનું ગુજરાન ખૂબ જ સારી રીતે ચલાવી શકશે. આ સિવાય આ યોજનાથી વધુ અન્ય ફાયદા પણ મળશે.

ફ્રી સિલાઈ મશીન યોજના નો ઉદેશ્ય

ફ્રી સિલાઈ મશીન યોજનાનો હેતુ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને રોજગાર પ્રદાન કરવાનો છે. આ યોજનાની મદદથી,વિધવા મહિલાઓ, ગરીબ પરિવારોમાંથી આવેલી મહિલાઓ અથવા પતિ દ્વારા ત્યાગ કરેલી અને પુરૂષ વિકલાંગ છે તે મહિલાઓ લાભાર્થી બની શકે છે. તે આ યોજનાનો લાભ લઇ અને પૈસા કમાઈ પોતાનું ગુજરાન ચલાવી શકે છે. આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી તેઓ સિલાઈ મશીન શીખી પોતાના વ્યવસાયની શરૂઆત કરી શકે અને આત્મનિર્ભર બની શકે.

ફ્રી સિલાઈ મશીન યોજના ના લાભ

  • ફ્રી સિલાઈ મશીન યોજનાની મદદથી મહિલાઓને મફતમાં સિલાઈ મશીન મળશે.
  • આ મશીનની મદદથી મહિલાઓ સિલાઈ કામ કરીને ખૂબ સારી કમાણી કરી શકે છે.

ફ્રી સિલાઈ મશીન યોજના માટે પાત્રતા

  • આવેદક મહિલા ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ અરજી કરતી મહિલાઓની ઉંમર 20 થી 40 વર્ષની હોવી જોઈએ.
  • કાર્યરત મહિલાઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. 12000 થી વધુ નહીં હોવી જોઈએ.
  • મફત સિલાઈ મશીન યોજના માટે રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરી શકે છે.
  • રાજ્યની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

ફ્રી સિલાઈ મશીન યોજના માટે ડોક્યુમેન્ટ

  • મોબાઈલ નંબર
  • આધાર કાર્ડ
  • ઉંમર પુરાવો
  • વિકલાંગતા ધરાવતી હોય તો વિકલાંગતા પ્રમાણપત્ર
  • મહિલા વિધવા હોય તો વિધવા પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • રહેણાંક પુરાવો

ફ્રી સિલાઈ મશીન યોજનામાં ઑનલાઇન અરજી કેવી રીતે કરવી

  1. e-kutir પોર્ટલ પર જાઓ: ફ્રી સિલાઈ મશીન યોજનામાં ઑનલાઇન અરજી કરવા માટે, સૌપ્રથમ e-kutir પોર્ટલની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
  2. માનવ કલ્યાણ યોજના પસંદ કરો: e-kutir પોર્ટલ પર જતાં જ, તમને માનવ કલ્યાણ યોજના દેખાશે.
  3. લોગિન અથવા રજીસ્ટ્રેશન કરો: જો તમારે e-kutir પોર્ટલ પર પહેલેથી જ આઈડી અને પાસવર્ડ છે, તો તેને દાખલ કરીને લોગિન કરો. જો નહીં, તો નવી આઈડી અને પાસવર્ડ બનાવો.
  4. યોગ્ય યોજના પસંદ કરો: લોગિન કર્યા બાદ, તમને માનવ કલ્યાણ યોજના હેઠળની તમામ યોજનાઓ દેખાશે. તેમાં થી ફ્રી સિલાઈ મશીન યોજના પસંદ કરો.
  5. ફોર્મ ભરો: યોજના પસંદ કર્યા પછી ફોર્મ ખૂલે છે. તેમાં તમારું નામ અને બધી જરૂરી વિગતો ભરો. પછી “Save & Next” પર ક્લિક કરો.
  6. સિલાઈ મશીન કિટ પસંદ કરો: હવે તમારા અભ્યાસ અને અનુભવનुसार તમારી સિલાઈ મશીન કિટ પસંદ કરો.
  7. અભ્યાસ અને અનુભવના દસ્તાવેજો અપલોડ કરો: તમારા સિલાઈ કામના અભ્યાસ અને અનુભવના તમામ દસ્તાવેજો અપલોડ કરો.
  8. અન્ય દસ્તાવેજો અપલોડ કરો: બાકીના બધા જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરો.
  9. નિયમો વાંચો અને ખાતરી કરો: અપલોડ કર્યા પછી આપેલ નિયમો વાંચો અને “Confirm Application” પર ક્લિક કરો.
  10. રજીસ્ટર નંબર નોંધો: તમારી અરજી પકકી થયા પછી, તમને એક રજીસ્ટર નંબર મળશે. તેને ક્યાંક નોંધાવી લો.

સારાંશ

આ લેખ માં બતાવ્યું છે કે કઈ રીતે ફ્રી સિલાઈ મશીન યોજના નું ફોર્મ ભરી શકશો અને લાભ લઈ શકો છો આ લેખ પસંદ આયો હોય તો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કારજો આભાર

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

WhatsApp Group Button